>

Friday, January 12, 2018

ઉત્તરાયણનો ઈતિહાસઃ સૂર્યનું પણ એક નામ છે પતંગ

ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવા તેમની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે આવો જાણીએ મકરસંક્રાંતિ વિશેની અમુક અજાણી વાતો... સૂર્યનું પણ એક નામ પતંગ છે. આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે ‘રામ ઇક દિન ચંગ ઉડાઇ ચંદ્રલોક મેં પહૂંચી ગઇ’ચંગ એટલે પતંગનું પૂંછડું. ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઇઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે.
ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે. જેમ કે પંજાબમાં લોહડી, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ અને ભોગી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડું અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખીચડી અને આપણી ગરવી ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણથી આપણે ઊજવીએ છીએ. આમ, મકરસંક્રાંતિ એ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાનું અનેરું પર્વ છે.

Divya Bhaskar

No comments:

Post a Comment

ke pahle pest karna hai " >