>

Saturday, February 3, 2018

E -WAY BILL INFORMATION

દરેક વ્યાપારીઓ ને જણાવવાનું કે તારીખ
૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ થી ગુજરાતમાં એટલે કે (ઇન્ટ્રા – સ્ટેટ) અને ગુજરાત રાજ્ય બહાર એટલે કે (ઇન્ટર – સ્ટેટ) માલના વ્યવહાર જો  રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુની કિંમતના હોય તો તે માટે થઇ ને ઈ – વે  બિલ જનરેટ કરવું ફરજીયાત બની રહેશે.

ગુજરાત સરકાર દ્વારા તારીખ ૦૧.૦૨.૨૦૧૮ ના રોજ થી ઇન્ટ્રા – સ્ટેટ માટે એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ માલ ના વેચાણ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ ૨૯.૦૧.૨૦૧૮ ના રોજ એક નોટીફીકેશન જાહેર કરવામાં આવેલુ છે;
ઇન્ટર – સીટી મુવમેન્ટ : એટલે કે કોઈ પણ શહેર ની મહાનગરપાલિકા ની હદ માં આવતા એરિયા માટે
ઇન્ટ્રા સ્ટેટ મુવમેન્ટ : એટલે કે એક શહેર થી બીજા શહેર ના વ્યવહાર માટે
નીચે દર્શાવેલ ૧૯ ચીજ - વસ્તુઓ માટે રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુ નો વ્યવહાર કરવામાં આવે ત્યારે કોઇપણ શહેર ની મહાનગરપાલિકા ની બહાર અથવા તો કોઈ બીજા શહેરમાં કરવામાં આવતા રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુના વ્યવહાર માટે ઈ – વે  બિલ જનરેટ કરવું જરૂરી બની રહે છે.

1.       ALL KINDS OF EDIBLE OILS (દરેક પ્રકારના ખાધ – તેલ)
2.       ALL KINDS OF TAXABLE OIL SEEDS(દરેક પ્રકારના કર પાત્ર તેલીબીયા)
3.       ALL KINDS OF OIL CAKES (દરેક પ્રકારના ખોળ)
4.       IRON AND STEEL (આર્યન અને સ્ટીલ)
5.       FERROUS AND NON – FERROUS METAL AND SCRAP THEREOF (ફેરસ – નોન ફેરસ મેટલ સ્ક્રેપ)
6.       CERAMIC TILES (સિરામિક ટાઈલ્સ)
7.       BRASS PARTS AND BRASS ITEMS(બ્રાસ પાર્ટ્સ અને બ્રાસ આઈટમ)
8.       PROCESSED TOBACCO AND PRODUCTS THEREOF (પ્રકિયા કરેલ તમાકુ)
9.       CIGARETTE, GUTKHA AND PAN – MASALA (સિગરેટ, ગુટકા, પાન – મસાલા)
10.   ALL TYPES OF YARNS (દરેક પ્રકારના યાર્ન)
11.   ALL TYPES OF PLYWOOD, BLOCK BOARD, DECORATIVE AND LAMINATED SHEETS (પ્લાયવુડ, બ્લોક બોર્ડ, લેમિનેટસ)
12.   COAL INCLUDING COKE IN ALL ITS FORMS (કોલસો, પેટકોક)
13.   TIMBER AND TIMBER PRODUCTS(લાકડું અને લાકડાના સાધનો)
14.   CEMENT (સિમેન્ટ)
15.   MARBLE AND GRANITE (માર્બલ અને ગ્રેનાઈટ)
16.   KOTA STONES (કોટા સ્ટોન)
17.   NAPHTHA (નેપ્થા)
18.   LIGHT DIESEL OIL (લાઈટ ડીઝલ ઓઈલ)
19.   TEA (IN LEAF OR POWDER FORM)(ચા)

તે સિવાય ના કોઇપણ મૂલ્યના માલનો ઇન્ટર – સીટી (શહેર ની અંદર) કે  ઇન્ટ્રા – સ્ટેટ (રાજ્ય ની અંદર એક શહેર માંથી બીજા શહેરમાં) વ્યવહાર કરતા વેપારીઓને ઈ – વે બીલ જનરેટ કરવું જરૂરી નથી.
જોબ – વર્ક ના કિસ્સામાં કોઇપણ મૂલ્યની અને જોબ – વર્ક સિવાયના કિસ્સામાં રૂ. ૫૦, ૦૦૦/- થી વધુ મુલ્ય ધરાવતી લગભગ દરેક કરપાત્ર ચીજ – વસ્તુની આંતરરાજ્ય હેરફેર માટે ઈ – વે  બિલ નો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.

ઈ – વે  બિલ નો સંબંધ માલ હેરફેરને છે અને આથી માલ વેચાણ સિવાયના કિસ્સામાં પણ એટલે કે જોબવર્ક, માલ પરત, એક્ઝીબીશન માટે લઇ જવાતો માલ, બ્રાંચ ટ્રાન્સફર વગેરે જેવા દરેક કિસ્સામાં ઈ – વે  બિલ કાઢવું ફરજીયાત પણે જરૂરી બની રહે છે.
E – WAY BILL અંગે ટૂંકમાં માર્ગદર્શન :-
તા. ૦૧/૦૨/૨૦૧૮ થી ઈ – વે બિલ નો અમલ થવા જઈ રહ્યો છે; રાજ્યમાં (રાજ્ય માટે ક્યારે ઈ - વે બીલ ની જરૂર રહેશે તેની વિગતો ઉપર આપેલ છે) માલ ની હેરફેર માટે ઈ – વે બિલ જનરેટ કરવું જરૂરી બની રહેશે.
(૧)       E – Way Bill –  ઈ – વે બિલ  અંગે નીવેબસાઈટ નું એડ્રેસ www.ewaybill.nic.in તારીખ૦૧/૦૨/૨૦૧૮ સુધી માન્ય છે ત્યાર બાદhttp://ewaybillgst.gov.in કોમન પોર્ટલ પર જનરેટકરવાનું થશે. વેબ ઓનલાઈન, ANDROID BASED MOBILE APP,  SMS/REG MOBILE, TOOL / BASE BULK GENERATION વગેરે MODE થી E-WAY BILL જનરેટ થઇ શકશે.
(૨)    રજીસ્ટ્રેશન : Enroll
(a) ઈ – વે બિલ જનરેટ કરનાર તમામ વ્યક્તિએ કોમન પોર્ટલ પર રજીસ્ટર (Enroll) થવું જરૂરી છે.
(b)  ટ્રાન્સપોર્ટસ જેમણે E –Way Bill Issueકરવાના થશે તેઓએ પણ તેઓનું રજીસ્ટ્રેશન કોમન પોર્ટલ ઉપર કરવાનું થશે તેનો તેઓને “યુનિક આઈડન્ટીફીકેશન આઈ. ડી.” મેળવવાનો રહેશે.
(૩)    માલનું મુલ્ય :
        જયારે માલનું મૂલ્ય રૂ. ૫૦,૦૦૦/-  કે તેથી વધારે હોય ત્યારે E-Way Bill જનરેટ કરવાનું થશે.
(૪)    E-Way Bill કોણે Issue કરવાનું રહેશે :
(a)          (૧) સપ્લાયર (૨) રીસીપીયન્ટ (૩) URD વ્યક્તિ પાસેથી રજિસ્ટર્ડ વ્યક્તિ ખરીદી કરે ત્યારે અથવા ટ્રાન્સપોર્ટર દ્વારા ઈ – વે બીલ જનરેટ કરવામાં આવશે.
(b)          UNREGISTERED PERSON પણ ઈ – વે બીલ જનરેટ કરવા કોમન પોર્ટલ પર એનરોલ થઇ શકે  છે.
(૫)    ક્યા પ્રકારની સપ્લાય / મુવમેન્ટ પર E-Way Bill બનાવવાનું રહેશે ?
કોઈ પણ પ્રકારની માલની મુવમેન્ટ થયે E-Way Billજનરેટ કરવાનું થશે, જેમ કે Supply, Export, Job – Work, Sales Return,  Branch Transfer,  Repair -  Maintenance, Job Work, Material sent for Job-work, Exhibition or for Fair વગેરે..
(૬)    ક્યા પ્રકારના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે ?
(૧)    Invoice / Bill of Supply / જયારે Job Work કે અન્ય પ્રકારે માલની મુવમેન્ટ થતી હોય ત્યારે Delivery Challan,
                (૨)     જયારે રોડ દ્વારા ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે ૧૫ ડીજીટ નો ટ્રાન્સપોર્ટર યુનિક આઈ.ડી. અથવા તો વાહન નંબર.
        (૩)    રેલ્વે દ્વારા માલનું વહન થતું હોય ત્યારે રેલ્વે રીસીપ્ટ નંબર; એર દ્વારા માલનું વહન થતું હોય ત્યારે એર વે બીલ નંબર; જયારે શીપ દ્વારા માલનું વહન થતું હોય ત્યારે બીલ ઓફ લેડિંગ ની વિગત
(૭)    ક્યા પ્રકારના માલ માટે E – Way Bill જનરેટ કરવાનું રહેશે ?
(૧)    સરકાર દ્વારા નોટીફીકેશનથી ૧૫૪ પ્રકારના ગુડ્સનું  Annexure આપવામાં આવેલ છે. આવા માલની મુવમેન્ટ પર E-Way Bill જનરેટ કરવાનું રહેતું નથી.
        (૨)    જયારે “Non – Motor Vehicle” દ્વારા માલની મુવમેન્ટ થતી હોય ત્યારે પણ ઈ – વે બીલ જનરેટ કરવાનું રહેતું નથી.

(૮)      Validation of E – Way Bill :
Distance in Kilometers
Validation Time in Days
૦ કિલોમીટર થી ૧૦૦ કિલોમીટર
૧ દિવસ
૧૦૧ કિલોમીટર થી ૨૦૦ કિલોમીટર
૨ દિવસ
૨૦૧ કિલોમીટર થી ૩૦૦ કિલોમીટર
૩ દિવસ
૩૦૧ કિલોમીટર થી ૫૦૦ કિલોમીટર
૫ દિવસ
૫૦૧ કિલોમીટર થી ૧૦૦૦ કિલોમીટર
૧૦ દિવસ
૧૦૦૧ કિલોમીટર કરતા વધારે
૧૫ દિવસ
જયારે E - Way Bill જનરેટ કર્યું હોય તે તારીખ / સમય થી તેની ગણતરી થશે દા.ત. ૫ ફેબ્રુઆરી  રાત્રે ૧૦ વાગ્યે જનરેટ કરેલા “E - Way Bill “ ૧ – દિવસ  એટલે કે ૬ ફેબ્રુઆરી રાત્રે ૧૦ વાગ્યા સુધી ગણાશે.
(૯)    E – Way Bill જનરેટ કરતા EBN નંબર જનરેટ થશે આ નંબર RECIPIENT , SUPPLIER તથા TRANSPORTERS એમ આ ત્રણેય વ્યક્તિઓને તેની માહિતી ઉપ્લબ્ધ કરાવવામાં આવશે.
(૧૦)  E – Way Bill માં સુધારા વધારાની વ્યવસ્થા આપવામાં આવેલી છે?
         E – Way Bill માં કોઈજ પ્રકારના સુધારા – વધારા શક્ય નથી, પરંતુ E – Way Bill માં કોઈ ભૂલ થયેલ હોઈ તો તે E – Way Bill જનરેટ કર્યાની ૨૪ કલાકની અંદર ઓનલાઈન જ કેન્સલ કરી શકાશે.
(૧૧)   જયારે માલનું વહન રોડ દ્વારા થતું નથી પરંતુ રેલ્વે, એર કે જળમાર્ગ દ્વારા થાય છે :
(i)                  Consigner/Consignee કોઈ પણ રજિસ્ટર્ડ વ્યક્તિએ E – Way Bill જનરેટ કરશે.  
(ii)                જયારે પોતાના વાહન / રેલ્વે / એર / વેસલ દ્વારા માલનું વહન થાય ત્યારે Part – A અને Part – B બંને ભરવાના થશે.
(iii)               GTA દ્વારા માલનું વહન થાય ત્યારે રજિસ્ટર્ડ પર્સન Part – B માં ટ્રાન્સપોર્ટર ની વિગત ભરશે ટ્રાન્સપોર્ટર કોમન પોર્ટલ પરથી E – Way Bill જનરેટ કરશે.
(૧૨)   E – Way Bill ના પુરાવા માલ વાહન સમયે જરૂરી છે ?
E – Way Bill જનરેટ થયા બાદ તેની નકલ સાથે રાખવાની જરૂર નથી, પરંતુ તેઓના બીલ એટલે કે ટેક્ષ ઇન્વોઇસ માં EBN (ઈ – વે બીલ નંબર)દર્શાવવાનો રહેશે.
(૧૩)   જયારે એક કરતા વધારે Consignment એક વાહનમાં પરિવહન થતા હોય ત્યારે?
        આવી પરીસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરે Consolidated E –Way Bill બનાવવું પડશે.
(૧૪)   E – Way Bill  જનરેટ કરેલ ન હોય ત્યાર પેનલ્ટી કેટલી થશે ?
        ઈ – વે બીલ જનરેટ કરેલ ના હોય તેવા કિસ્સા માં રૂ. ૧૦, ૦૦૦ અથવા તો બીલ ની રકમ જેટલી પેનલ્ટી લાગી શકે છે.
(૧૫)  E – Way Bill પાર્ટ A તથા પાર્ટ B શું છે ?
પાર્ટ A : રજિસ્ટર્ડ સપ્લાયરે ભરવાનો છે જેમાં રીસીપીયન્ટ નું નામ / GSTIN NO. માલની વિગત / માલનું મૂલ્ય વગેરે દર્શાવવાનું રહેશે.
પાર્ટ B : જેમાં ટ્રાન્સપોર્ટરની વિગત દર્શાવવાની છે. જેમાં ટ્રાન્સપોર્ટર નું નામ / ટ્રાન્સપોર્ટર નો  ID / વાહન નંબર વગેરે   વિગત દર્શાવવાની છે.
આ સાથે આપશ્રી ને અમો તારીખ ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેશન મોકલી રહ્યા છીએ.

No comments:

Post a Comment

ke pahle pest karna hai " >